________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
आरोहऊ गिरिसिहर', तरउ समुद्दं पयाउ पाया । विहिलिहियक्खरमाल, फलइ कवाल न भूवाला ||९९||
૨૬૩
પતના શિખર ઉપર ચઢા, સમુદ્રને તરા કે પાતાળમાં જાએ, વિધાતાએ લખેલ અક્ષરાની માળાવાળું કપાળ (નસીબ) ફળે છે. રાજા ફળતા નથી. ૯૯
આ પ્રમાણે ભાગ્ય અજમાવવાની ઈચ્છા કરી તે પરદેશ જવા માટે દૃઢ સ‘કલ્પ કરી ખિન્ન મનવાળા થઈ તૂટેલ ખાટલા ઉપર સૂઈ ગયે, જ્યારે તેના પિતા ઘરે આવ્યા ત્યારે તેને વિષાદયુક્ત, રાષપૂર્ણ ચિત્તવાળા જોઇને પૂછે છે કે, હે પુત્ર ! તને કાણે દભવ્યા છે ? જેથી આ પ્રમાણે રાષ પામીને અહી રહ્યો છે.'
લીલાધર કહે છે કે, હું પિતા ! મને કાઇએ ભજ્યેા નથી. પરંતુ હું દ્રવ્ય ઉપાર્જન કરવા માટે પરદેશ જવાને ઈચ્છું છુ. આથી મારી ઉપર કૃપા કરીને એકદમ જવા માટે મને રજા આપેા.’
શેઠ કહે છે કે, હે પુત્ર ! હજુ તારી ઉંમર નાની છે. તું હમણાં જ પરણ્યા છે, લક્ષ્મી પણ ઘરમાં ઘણી છે, કાંઈપણ ન્યૂનતા નથી, તેથી હમણાં તારે દેશાંતર જવા અંગેની વાત પણ કરવી નહિ.’
ત્યારે લીલાધર ભિખારીએ કહેલાં ઉપાલ ભનાં વચના પિતાની આગળ કહે છે.