________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
આ પ્રમાણે તે સ્ત્રીએ આખી રાત સમજાવ્યા છતાં પણ તે પોતાને આગ્રહ છેડતો નથી. તેણીના નેહમાં જરાય તે લુબ્ધ ન થયો. પ્રભાત થયે ત્યાં આવેલ તેના પિતાએ ફરીથી સમજાવ્યો પણ તે પોતાને સંકલ્પ છોડતું નથી.
તે વખતે અવસરને જાણ મંત્રી ત્યાં આવી શ્રેષ્ઠિ પુત્રને કહે છે કે, “જે તમારી વિદેશ જવાની ઘણી ઈરછા છે, તે પિતાના કાર્યની સિદ્ધિને સાધનાર મુહૂર્ત જેવું જોઈએ. આ પ્રમાણે મંત્રીનું વચન તેણે કબૂલ કર્યું. તે પછી મંત્રી શ્રેષ્ઠ જાતિષીઓને બેલાવી સર્વસિદ્ધિદાયક મુહૂર્ત પૂછે છે.
નિમિત્તિયાએ કૂકડાના શબ્દ થયે
આપેલ પ્રયાણ મુહુર્ત મંત્રીનું મુખ જોઈ, તેના હદયના ભાવ જાણી તે નૈમિત્તિકે એ વિચાર્યું કે, આ શ્રેષ્ઠિપુત્રની વિદેશયાત્રા મંત્રીને માન્ય નથી. આથી તેઓ નિરીક્ષણ કરીને કહે છે કે, “મંત્રી પ્રવર ! પંચાંગશુદ્ધિથી છ માસ સુધી શુભ મુહુર્ત નથી કે જેની કાર્યસિદ્ધિ થાય. તે પણ અહીં
એક રસ્તે છે કે, જે કૂકડે બોલે ત્યારે તે પ્રયાણ કરે તે કાર્યસિદ્ધિ નિશ્ચ થાય અને ઘણું ઘન ઉપાર્જન કરી તે ઘરે આવશે.” - આ પ્રમાણે સાંભળી મંત્રી અને શેઠ વગેરે ઘણું