________________
२६६
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
સંતુષ્ટ થયા. તે પછી મંત્રી યથોચિત દાન આપી જયોતિષીઓને રજા આપે છે.
હવે મંત્રી પ્રયાણની સામગ્રી કરવાની ઈચ્છાવાળો લીલાવતી અને લીલાધરને પિતાના ઘરે લઈ જાય છે. તે પછી મંત્રી પોતાના સેવકેને બેલાવીને એકાંતમાં કહે છે કે –
कुक्कुडस्स झुणिं सेाचचा, जामाया गंतुभिचछइ । देसतर', अओ तुम्हे, सुणेह क्यणं मम ॥१०॥
કૂકડાનો અવાજ સાંભળી જમાઈ પરદેશ જવાને ઇરછે છે, આથી તમે મારૂં વચન સાંભળે. ૧૦૦
આ નગરમાંથી બધા કૂકડાને ચારે તરફથી બહાર કાઢી મૂકે. જમાઈ કુકડાને શબ્દ સાંભળશે, ત્યારે
અટકાવવા છતાં પણ રહેશે નહિ તેથી આ ગુપ્ત વાત - તે ન જાણે તેમ કરે.
સેવકોએ મંત્રીને આદેશ સ્વીકારીને નગરમાં ભમી ભમીને સર્વ કૂકડાઓને પકડી બીજા ગામમાં તેવી રીતે મોકલી દીધા કે જેથી આ હકીકત લીલાધરે ન જાણી.
રાત્રિને અંતે સર્વ સાધન લઈ તૈયાર થઈ કૂકડાને સ્વર સાંભળવામાં સાવધાન થયે, પરંતુ પ્રયાણ કરવા ઈચ્છતાં તેણે કુકડાને શબ્દ ન સાંભળ્યાં
તે પોતાના મનમાં વિચારે છે કે, પ્રયાણ સમયે અંતરાય કરનાર કુકડો કેમ બેલ નથી? આજે પ્રયાણ