________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
૨૬૯
કૂકડાનો શબ્દ સાંભળી લીલાધરનું વિદેશીગમન
હવે કૂકડાને સ્વર સાંભળી લીલાધર પોતાના અશ્વ ઉપર ચઢીને પ્રયાણ કરે છે. લીલાવતી અદ્ભુપૂર્ણ નેત્રવાળી તેને નિવારવા માટે ઘણે આગ્રહ કરે છે, તે પણ તે તેને અવગણીને ઉત્તમ મુહૂર્ત માનતે ક્ષણવાર પણ ત્યાં ન રહ્યો.
પતિના પરદેશગમનથી લીલાવતીની વિરહ વ્યથા
પ્રિયના વિયેગથી દુખિત હૃદયવાળી લીલાવતી કૂકડાના શબ્દને હલાહલ ઝેર સમાન માને છે. તેણુને પતિ તેને અમૃતની જેમ જાણે છે. સ્વામીના વિયોગને સહી ન શકવાથી તે મૂરછ પામી જમીન ઉપર પડી. શીતળ ઉપચારોથી ચેતના પામીને તે વિલાપ કરે છે કે, “હે દૈવ ! દુષ્ટ ! મેં તારે શું અપરાધ કર્યો કે જેથી તું મને દુઃખ આપતાં લજજા પામતો નથી? અહીં કયા વેરીએ આ કૂકડાને રાખીને મને અધિક દુઃખ ઉપજાવ્યું? હે દૈવ! તેં શા માટે આ કૂકડાની જાત બનાવી કે જેણે મારા પતિને વિયાગ કરાવ્યા? આ નગરમાં તેવી જાતને ધૃષ્ટ કેવું છે કે જેણે રાજાની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને ગુપ્તપણે કૂકડી રાખ્યો??
આ પ્રમાણે વિલાપ કરતી તેણે તરત પોતાના પિતાને બોલાવીને સઘળી હકીકત જાવે છે. ફરીથી કોપથી રક્ત નેત્રવાળી તેણીએ કહ્યું કે, “હે પિતા ! મારા વેરી એવા એ કૂકડાને અહીં લાવો.”