________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
૨૫૩,
નટને અધિપતિ સર્વ સાધનસામગ્રી તૈયાર કરી પરિવાર સહિત ત્યાં આવ્યું.
તે સૌથી પ્રથમ કુફ્ફટરાજને પ્રણામ કરી તેની અનુજ્ઞા લઈ અનેક પ્રકારના નાટ્યપ્રયોગો બતાવી રાજા વગેરેના ચિત્તને અત્યંત પ્રસન્ન કરે છે. નગરજનો સહિત રાજા કૂકડાના આદેશને અનુસરનારા નટરાજને ઘણું દ્રવ્ય આપે છે.
તે પછી રાજા નટરાજને પૂછે છે કે, જેનું તમે બહ માન દાખવે છે તે આ કુફ્ફટવર તમે ક્યાંથી મેળવ્યો ?
નટાધિપ સંક્ષેપથી તેનું વૃત્તાંત કહે છેचंदरायं वियाणाहि, एवं नरिंद ! कुकुडं । कम्मं अस्स विमाऊए, णायव्वं असुहं इमं ॥८३॥
હે રાજન્ ! આ કૂકડાને તમે ચંદ્રરાજા તરીકે જાણે. આ એની અપરમાતાનું અશુભ કર્મ છે. અંગદેશના રાજા અરિમર્દને કરેલ ચંદ્રરાજાનું સન્માન
આ વૃત્તાંત સાંભળીને બંગરાજ નટાધિપતિને કહે છે કે, “આ ચંદ્રરાજા પરંપરાગત મારા સંબંધી છે એ પ્રમાણે કહીને તે અરિમર્દન રાજા તે કુટરાજને નમસ્કાર કરીને હર્ષ વડે મણિ-સુવર્ણ અને રત્નના ઢગલા અને ઘણા હાથી-ઘોડા ભૂટણ તરીકે આપે છે.
તે પછી તે કહે છે કે, “હે વીરસેન રાજાના પુત્ર ચંદ્રરાજા ! હું આપને સેવક છું, તમે મારા મહેમાન