________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
૨૫૫ - પ્રભાતકાળે પિતનપુર નગરે જવા માટે તેઓ ઉતાવળા થાય છે, તે વખતે સિંહલરાજાની પટરાણું સિંહલાદેવી કૂકડાને જોઈને તેના ઉપર ઉત્કૃષ્ટ રાગવાળી
થઈ.
સિંહલાદેવાએ કરેલી ફકડાની માગણી
તે રાજાને બોલાવીને કહે છે કે, “હે સ્વામી ! સર્વલોકોને મોહ પમાડે એવા, જગતને વશ કરનાર, સર્વ સંપત્તિકર આ શ્રેષ્ઠ કૂકડો મને અપાવે. તેના વિના હું ક્ષણ પણ રહેવા સમર્થ નથી. પાણી વગરની માછલી સરખી મારી દશા છે. તેણે મારું ચિત્ત હરણ કર્યું છે. તેથી તે મળશે તે હું શાંતિ પામીશ, અન્યથા નહિ.'
રાજાએ કહ્યું કે, “હે પ્રિયા ! તેની ઉપરના સ્નેહથી સયું. બીજી વાત એ છે કે, પિતાની આજીવિકાના સાધન એવા આ કૂકડાને તે નટો સમજાવ્યા છતાં પણ કેવી રીતે આપે ? જેવી રીતે હું તને વહાલે છે, તેવી રીતે તે પણ તેઓને વહાલે છે. કોઈ મારી માગણી કરે તો તું શું તેઓને કઈ રીતે આપવા ઈચ્છે? એવી રીતે હે પ્રિયા ! માગણી કરવા છતાં પણ નટાધિપતિ તને શું તે શ્રેષ્ઠ કૂકડે આપશે ? નીતિમાર્ગને અનુસરનારાઓએ બળાત્કાર કરે એ પણ એગ્ય નથી. તેથી તારે નિષ્ફળ કદાગ્રહ ન કરે.”
રાણી કહે છે કે, “હે સ્વામી ! તમે જે કહ્યું તે સાચું છે, પરંતુ તેના વિના હું મારું જીવિત નકામું