________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
૨૫:
આ પ્રમાણે વિલાપ કરતી તે ગુણાવલી સમૃદ્ધિવાળા ઘરને પણ સ્મશાનતુલ્ય માને છે. વિપુલ શણગારને પણ અળતા અંગારાની જેમ ગણે છે. વિરહવેદનાથી દેહના અવયવ સૂકાઈ જવાથી ધર્મારાધન કરતી, અશુભ કના ઉદય માની કની નિર્જરા માટે નિરંતર વિવિધ તાનું આચરણ કરવા લાગી. સ’સારસમુદ્રને તારવામાં સમથ શ્રી જિનેશ્ર્વરદેવનું સદા ધ્યાન કરતી દિવસે પસાર કરતી હતી.
પેાતાના સ્વામીની રક્ષા માટે ગુણાવલીએ સૈન્યને માકલ્યું. હવે પેાતાના સ્વામીની રક્ષા માટે ગુણાવલીએ સાત હજાર સુભટો સહિત પાતાના સાત સામતરાજાને નટોની પાસે મેલ્યા. તે સામંતે સેના સાથે ત્યાં જઈ કુટરાજને પ્રણામ કરી કહે છે કે, હે સ્વામી ! ગુણાવલી દેવીના આદેશથી અમે તમારી સેવા કરવા અહીં આવ્યા છીએ. અમે રાત-દિવસ તમારી સાથે રહીશુ. તમે કૂકડા થયા તેથી શું ? અમારા તમે જ સ્વામી છે.’એમ કહીને તેઓએ મસ્તકથી નમન કર્યું. ટરાજ પણ તેઓને પ્રસન્ન દૃષ્ટિથી જુએ છે.
તે પછી તે સામતા નટા સાથે ચાલ્યા. મા માં શિવમાલા મસ્તક ઉપર પાંજરુ ધારણ કરે છે. અને બાજુ એ સેવકો તેને ચામરા વીંઝે છે. એક પુરુષ તેના મસ્તક પર માટું છત્ર ધરીને ચાલે છે. આ રીતે કુકડાની. મહારાજાની જેમ સેવા કરતા તે બધા સ ઠેકાણે
માનપાત્ર થયા.