________________
૨૪૮
પાત્રો અને ભાજન માટે દ્રાક્ષ, માલાને આપવા માટે મેલ્યા.
શ્રી ચદ્રરાજ ચરિત્ર
દાડમ આદિ ફળે શિવ
સત્રી ત્યાં જઈને શિવમાલાના કાનમાં કહે છે. જે આ કુટરાજ છે તે જ ચદ્રરાજા છે એમ તમે જાણા. તેની અપરમાતાએ પેાતાની વિદ્યાના પ્રભાવે તેને કૂકડા કર્યો છે, આથી તેની સેવા તમારે હમેશા સારી રીતે કરવી. પ્રમાદ ન કરવા. ફરીથી કયારેક અહીં આવી અમને દર્શીન આપવું. કુકાળ સમાચાર અવસરે અમને જણાવવા. જેવા સ્નેહ છે તેવા જ હુમેશા રાખજો.
આ પ્રમાણે શિવાલાને કહી કુટરાજને પ્રણામ કરીને મંત્રી પોતાને ઘેર આવ્યેા.
"
નટાનું પ્રયાણ અને ગુણાવલીનેા વિલાપ
નટ પણ બધી સામગ્રી લઈને પ્રયાણુપદહે વગાડતાં નગરમાંથી નીકળ્યા. તે વખતે પટહના શબ્દે સાંભળી ગુણાવલી પોતાના પ્રાસાદના શિખર ઉપર ચઢી નીકળતા નટવૃંદને જુએ છે. ત્યાં શિવમાલાના મસ્તક ઉપર રહેલા સુવર્ણ ના પાંજરાને જોતી તેના જ વિચારમાં મગ્ન બની ત્યાં જ દૃષ્ટિ સ્થિર કરે છે. અનુક્રમે નટવૃંદ તેના દૃષ્ટિમાગ ને ઓળંગીને આગળ નીકળી ગયું. તે વખતે પોતાના સ્વામીને ન જોતી તે પ્રિયના વિરહના દુઃખરૂપી અગ્નિથી તપેલી મૂર્છા પામી. જમીન ઉપર પી. તેને મૂતિ જોઈને તેના સખીવ ચંદન આદિ શીતળ ઉપચારથી ચેતનવંતી કરે છે. તે પછી મંત્રી