________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
૨૪૭ બહાર જાય છે, પરંતુ મને નિરંતર દુઃખ આપનારી સાસુ કેઈ ઠેકાણે જતી નથી. એ જીવે ત્યાં સુધી મારે સુખની આશા દુર્લભ છે. પહેલાં મેં એનું શું વિરુદ્ધ કર્યું છે કે જેથી મારા ધણીની કીર્તિ સાંભળી એને દુઃખ થાય છે.'
આ પ્રમાણે તેનાં વચન સાંભળીને મંત્રી કહે છે – विसायं मा विहेज्जासु, सासु कोवेसु मा तुम । जओ रुद्दसहावा सा, नेव वीसासभायण ॥७६॥ कइकालं इमाबुड्ढा, जीविस्सइ दुरासया ? । रज्जाहिवो उ ते नाहो, धुवं होहिइ अग्गओ ॥७॥ अओ धम्म मई किच्या, कालनिग्गमणं कुग । सहियब्वं इम दुक्रवं, पज्जंते सुहदायगं ॥७८॥
તમે વિષાદ કરતા નહિ, સાસુને કેપ ન પમાડશે, કારણ કે તે શૈદ્ર સ્વભાવવાળી વિશ્વાસપાત્ર નથી. ૭૬
એ દુષ્ટ ચિત્તવાળી વૃદ્ધા કેટલે કાળ જીવશે ? આગળ તમારા ધણી નિચે રાજ્યના અધિપતિ થશે. ૭૭
આથી ધર્મમાં ચિત્ત જેને કાળ પસાર કરે, આ દુખને સહન કરશે તો તે સુખદાયક થશે. ૭૮
આ પ્રમાણે મંત્રીના વચનથી આશ્વાસન પામી તે ગુણાવલી કેટલીક શિખામણ આપીને મંત્રીને નટની પાસે મોકલે છે. તેની સાથે પિતાના પતિ માટે સુવર્ણ :