________________
શ્રી ચંદ્રાજ ચરિત્ર
ગુણ જાણનારે શિવકુમાર નટરાજ ચંદ્રરાજાના ચશના ગુણગાન કરે છે, કર્ણ પુટમાં તપાવેલા સીસા સરખી તેઓની વાણી સાંભળીને રાજ્યનું અભિમાન ધારણ કરતી વીરમતી તેઓને દાન આપતી નથી, તેથી મનોરથ પૂર્ણ ન થવાથી તેઓ ફરીથી વિવિધ કલાકૌશલ્ય બતાવીને મોટેથી ચંદ્રરાજાને જય શબ્દ ઉચ્ચારતાં પ્રમાણ કરી વીરમતી પાસે માગે છે. તે વખતે પણ વજની જેમ કઠિન હૃદયવાળી તે વીરમતીએ જરાપણ ઈનામ ન આપ્યું. બીજા કેટલાક લેકે નાટયકળા જોઈ ઘણે આનંદ પામી દાન આપવા ઉત્સુક હોવા છતાં પોતાની રાણીની પહેલાં આપતા નથી,
નટરાજ પણ વીરમતીના આશયને જાણતું ન હોવાથી વારંવાર ચંદ્રરાજાના ગુણે ઉચ્ચારે છે.
પિતાને યશ સાંભળી કૂકડા રૂપે
રહેલા ચંદ્ર રાજાનું દાન આ વખતે પાંજરામાં રહેલો કૂકડે વિચારે છે કે, આ નટવૃદ મારે યશ વખાણે છે. તેથી તે સહન ન કરવાથી મારા વિમાતા તેઓને ઇનામ આપતી નથી. તેથી દાન નહિ મળવાથી આ નટો દેશાંતરમાં મારે અપયશ બોલશે, તેથી તેઓને અવશ્ય દાન આપવું જોઈએ, અન્યથા મારો યશ કેવી રીતે રહેશે?”
એ પ્રમાણે વિચારતો તે કૂકડે ગુણાવલીના મુખને જેઈને પ્રસન્ન મનવાળે થઈ પિતાના પાંજરાની સળી