________________
૨૩૨
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
चिंता जरा मणूसाणं हयाणं अगमो जरा । असंभोगो जवा थीणं, वत्थाणं आयवो जरा ॥५२॥ चिंताउराणं न सुहं न निद्दा, कामाउराणं न भयं न लज्जा। अत्याउराणं न गुरू न बंधू, खुहाउराणं न ई न वेला ।५३।
“ચિંતા એ બિંદુ માત્ર વિશેષથી ચિતા સમાન કહી છે, ચિંતા એ જીવતાને બાળે છે, જ્યારે ચિતા એ નિજીવને બાળે છે” ૫૧
ચિંતા એ મનુષ્યની જરા છે, ગતિને અભાવ એ અશ્વોની જરા છે, અસંગ એ સ્ત્રીઓની જરા છે અને આતપ એ વસ્ત્રોની જરા છે.” પર
“ચિંતાતુર મનુષ્યને સુખ કે નિદ્રા હોતાં નથી, કામાતુર લોકોને ભય કે લજજા હોતાં નથી, અર્થાતુર લકોને ગુરુ કે બંધુ હોતા નથી, ક્ષુધાતુર જનેને રુચિ કે વખત લેતા નથી.” ૫૩
" “પહેલું દાન કોણે આપ્યું ? એમ વિચાર કરતાં તેને સવાર થઈ ગયું. પૂર્વાચલના શિખર ઉપર સૂર્ય ચઢયો ત્યારે મતિહીન વીરમતીએ સભામાં આવીને પોતાના અધિકારીઓ અને નગરજનોને બોલાવ્યા. સભામાં રહેલી તે વીરમતી તે જ નટરાજને બોલાવી ફરીથી નાટક કરવા આદેશ કરે છે. તે નટરાજ આદેશ મળવાથી