________________
૨૪૨
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
જેમ મૂળ વિના વૃક્ષ સુકાઈ જાય છે, તેમ અહીં તમારા વિયેગમાં મારે દેહ સૂકાઈ જશે. હે નાથ ! તે પ્રમાણે જાણશો. ૬૩ दंसणं तुव कंखेमि, इह थिया वि सव्वया । देयं मे दंसणं सिग्धं, अण्णहा न हि जीवियं ॥६॥
હે નાથ ! અહીં રહ્યા થકા હંમેશા તમારા દર્શનની ઈચ્છા કરું છું, તેથી મને જલદી દર્શન આપજે, અન્યથા મારું જીવિત નથી. ૬૪ एयं चेव हि मे दुक्ख, भवंतं पडिवासरं भमाडिहिन्ति जेणेह, नडा इमे धणस्थिणो ॥६५॥
મને એ જ દુઃખ છે કે –ધનના અથી એવા આ નટો આપને દરરોજ ભ્રમણ કરાવશે. ૬૫ सामिविओगदुक्खं हं, सहिस्सामि परंतु मे । सासूदिण्णं महादुक्रवं, असहेज्जं अरे सया ॥६६॥
સ્વામીના વિયેગનું દુઃખ તો હું સહન કરીશ, પરંતુ મારી સાસુએ આપેલ મહાદુઃખ હંમેશા હું સહન કરી શકીશ નહિ. ૬૬ साभि ! इह थिअस्सावि, तब सोक्खं न विज्जइ । ससप्पे हि गिहे वासो, पाणसंसय दायगो ॥६॥
હે સ્વામી! તમને અહીં રહેવાથી સુખ નથી. સર્ષ સહિત ઘરમાં નિવાસ એ પ્રાણના સંશયને આપનાર છે. ૬૭