________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
૨૩૫
પડી ગયું અને તે નટે લઈ લીધું. એમાં આને શું દોષ? વળી પક્ષીને એવા વિવેક કથાંથી હાય ? આથી એના ઉપર તમારે ક્રોધ કરવા ઉચિત નથી. પક્ષીપણું પામીને આ કષ્ટપૂર્વક પોતાનુ જીવન ચલાવે છે. હે માતા ! આ તમારી દયાને પાત્ર છે.’ આ પ્રમાણે પ્રાના કરતી ગુણાવલીના વચનને સાંભળીને બીજા લેાકેાએ ત્યાં આવીને વીરમતીના હાથમાંથી પાંજરુ કેમે ય કરીને છેડાવ્યું.
ત્યાંથી પાછી ફરીને તે સભામાં આવીને પેાતાના આસન ઉપર બેઠી. નટા પણ આનઃ પામ્યા.
ક્રીથી શિવકુમાર નટે વીરમતીને પ્રસન્ન કરવા માટે નાટક શરૂ કર્યુ. પિતાએ આદેશ આપવાથી શિવમાલાએ પણ વાસના અગ્રભાગ ઉપર ચઢી પાંજરાને જોઈને તેને (કૂકડાને) આનંદ પમાડવા માટે નૃત્યકળા શરૂ કરી.
ફૂંકડારૂપે રહેલા ચદ્રરાજાનુ શિવમાલાને પક્ષીની ભાષામાં કથન
<
તે વખતે પાંજરામાં રહેલા કૂકડા ‘ આ પક્ષીઓની ભાષા જાણે છે' એમ જાણીને મ ંદ સ્વરે પેાતાની ભાષામાં શિવમાલાને કહે છે કે, હું નટકન્યા ! તું. પક્ષીઓની ભાષા જાણે છે, એમ મે' જાણ્યુ છે, તેથી મારી ગુપ્ત વાત તને કહું' છું, તે તું સાંભળ. જ્યારે તું વાંસ ઉપરથી ઊતરીને વીરમતીની પાસે જઈશ, ત્યારે પ્રસન્ન થયેલી વીરમતી ‘ઇષ્ટમાંગ' એમ કહેશે. ત્યારે તું. અન્ય દ્રવ્ય