________________
૨૩૬
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
આદિ સર્વને છેડી, મારી જ માગણી કરજે. ધનમાં લાભ ન કરતી, મૃત્યુના મુખમાં ગયેલા દીનપક્ષી એવા મારું રક્ષણ કરીને અભયદાન આપવું. તારા પગમાં નમીને કહે છે કે, મારું વચન તારે અવશ્ય પાળવું. હું જીવીશ ત્યાં સુધી તારા ઉપકારને ભૂલીશ નહિ. દ્રવ્ય આદિ તે આપણે બને મળીને ઘણું મેળવીશું. તારી પાસે આવી હું મારું સર્વ વૃત્તાંત પછી જણાવીશ.”
આ પ્રમાણે કૂકડાએ પોતાની ભાષામાં કહેલ હકીકત સાંભળી તે શિવમાલા પરમાર્થ જાણીને નાટક પૂરું થયે વાંસ ઉપરથી ઊતરીને પિતાના પિતાને એકાંતમાં લઈ જઈને પક્ષીના ઉપકાર નિમિત્તે કુકડાએ કહેલી સર્વ વાત જણાવે છે. ફરીથી તેણે કહ્યું કે, “હે પિતા! દાનમાં એ કુકડાને જ માગવો.” વીરમતી આગળ નટરાજની કૂકડાની માગણી
શિવકુમાર પણ પિતાની પુત્રીના વચનને કબૂલ કરીને પ્રણામ કરતે દાન લેવા માટે આગળ ઊભો રહે છે.
તે વખતે પિતાનો યશ સાંભળી ઘણે આનંદ પામી વીરમતીએ તેને બોલાવીને કહ્યું કે, “હે નટવર! હું પ્રસન્ન થઈ છું. ઈચ્છા મુજબ માંગ. •
તે વખતે અવસર ૫ મી શિવકુમાર કહે છે કે, હે માતા! જે તમે સંતુષ્ટ થયા છે તે આ કૂકડે મને આપે. બીજા દાનથી સયું. મારી પુત્રી કુકડાની