________________
૨૩૮
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
કૂકડે લાવવા માટે ગુણાવલીની પાસે પોતાના મંત્રીને મેકલે છે. તે ત્યાં જઈને વિનંતી કરે છે કે, “હે રાણ! વીરમતીની આજ્ઞાથી કૂકડાને લેવા માટે હું અહીં આવ્યું છું, કારણ કે તેણે આ કૂકડે નટને દાનમાં આપ્યો છે. તેથી આ કૂકડો મને આપો. અહીં તમે નિષેધ કરતા નહિ, કારણ કે આ અહીં રહેવાથી સુખી થશે નહિ, ક્યારેક તેને પ્રાણને સંશય પણ થશે. નટની પાસે આને કઈ નુકસાન નથી. ત્યાં રહી તે સુખી થશે અને આગળ કલ્યાણ પામશે. નટપુત્રી શિવમાલા પણ તેને પિતાના
જીવિતની જેમ રક્ષણ કરશે. તમારે કોઈ ચિંતા કરવી નહિ.' વગર વિલંબે મને પાંજરું આપે. કૂટરાજના વિયેગમાં ગુણવલીને વિલાપ
ગુણાવલી બેલી કે, “હે મંત્રી ! તમે જે કહો છો તે સારું છે, કારણ કે આની વિમાતા આની સાથે મોટું વૈર રાખે છે, તેથી નટને આપતા એને કાંઈ દુઃખ ન થાય, વૃદ્ધપણામાં એની બુદ્ધિ પણ નષ્ટ થઈ છે, પરંતુ હું પોતાના જીવિતની જેમ પ્રિય એવા આને બીજાના હાથમાં કેમ તેંડું? આથી તમે ત્યાં જઈને નટરાજને સમજાવે કે આની સાથે તમારે શું કામ છે? બીજું કંઈ પણ માંગે. કુકડા થયેલા આને શું હવે ઘરે ઘરે નચાવે છે ? મારી પાસે આ રહેવાથી હું આશાથી દિવસે પસાર કરું છું, અન્યથા એ ગયા પછી મારા દિવસે કેવી રીતે જશે? અહીં વીરમતીને તો કાંઈ નુકસાન