________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
"
જેમ પેાતાના શરીરને ભમાડવા લાગી. નીચે રહેલા ઢોલ વગાડનારા મેાટા શબ્દોથી હા...હા’એમ હાકારા કરે છે. શરીરને ભમાડતી તે શિવબાલા વચ્ચે વચ્ચે પરાવર્તન કરીને સેપારી ઉપર મસ્તક રાખીને બે પગ ઊંચા કરી તાપસીની માફક ક્ષણવાર મન-વચન-કાયાને સ્થિર કરતી હતી. તે પછી દેહનું પરાવર્તન કરીને દઢપણે શ્વાસ રેકી સેાપારી ઉપર ગરુડાસને બેસતી હતી. તે પછી તે સેાપારી ઉપર ડામ પગ રાખી એક પગે ઊભી રહીને શરીરને ચક્રની માફક ભમાડે છે. તેની તે કળા અત્યંત દુષ્કર અને અતિ અદ્દભુત હતી. ફરીથી તે વાંસ ઉપર રહેલી જુદા જુદા પાંચ વષ્ણુના મસ્તકે વીટવાના વસ્ત્રો લઈ ને કમળનાળની ઉપર પુષ્પનાં પાંદડાં ગૂંથે છે.
૧૮
આ પ્રમાણે નાટ્યકળાની કુશળતાને બતાવતી શિવમાલાને શિવકુમાર કહે છે કે, • હે પુત્રી ! આ બધી સભા તારી કળાની કુશળતાથી ઘણી સતુષ્ટ થઈ છે, આથી નીચે ઊતર. સમય ઘણા થઈ ગયેા છે.’
તે પેાતાનાં પિતાનાં વચનને સાંભળીને ઢોરી પકડીને સાપણની માફક અથવા તા આકાશમાંથી ઊતરતી ગ’ગા નદીની જેમ નીચે ઊતરે છે, ષિત થયેલા નટગણુ પણ તેને ભેટે છે. કારણ કે હવે પડવાના ભય ગર્ચા છે.
નટા ચદ્રરાજાના જય જયકાર બેાલતા ઢોલ વગાડતા વીરમતીની પાસે આવી તેને પ્રમાણ કરી ઇનામ માગે છે.