________________
૬
શ્રી ચંદ્રાજ ચરિત્ર
હુકમ હોય તા હું દારિદ્રની મુદ્રાને નાશ કરવામાં સમય નાટક દેખાડીને ભગવતીના પ્રસાદના અંશને પામુ’
તે પછી રજા મળવાથી શિવકુમારે બધાય નટાને ભેગા કર્યા. નટાના સમુદાય પણ પોત-પોતાના નાટચવિભાગ આદિ કાર્ચો કરવા માટે તત્પર થયા.
હવે તે નટા ચંદ્રસમાન શ્વેતસુખ ધારણ કરી, કચ્છ ખાંધી કેસરીવણુ ના અધેાવસ્ત્ર પહેરી ધિગ—ધિગપિગ એ પ્રમાણે મૃદંગ વગાડતા, દુંદુભિ વગાડતા, મધુર રાગાલાપ કરતા વીણા વગેરે વાદ્યોના સપ્તસ્વર અને છ રાગના આલાપ વડે સાક્ષાત્ સંગીતમંડપ તે વખતે ત્યાં મનાવે છે.
નટરાજ પણ હુંંસ, અશ્વ, ગજ, વાઘ વગેરે નવાં નવાં રૂપા કરી ત્યાં રમત કરે છે, કયારેક અંતરમાં હસતા તે હાસ્યજનક વકૅવચનેાથી તેમ જ વિવિધ નેત્ર વિકારાથી હાસ્યરસ ઉત્પન્ન કરે છે.
એ વખતે ગુણાવલી પણ વાજિંત્રને નાદ સાંભળી પેાતાના ખાળામાં પાંજરામાં રહેલા ચંદ્રરાજાને રાખી ગેાખમાં એસી નાટક જુએ છે.
તે પછી સઘળી નાટ્યકળામાં કુશળ શિવકુમાર નટરાજની પુત્રી શિવમાલા પેાતાની કળાની કુશળતા દેખાડવા માટે તૈયાર થાય છે.
તે સમયે નટરાજે ત્યાં ઉપશમશ્રેણી સરખા ઊંચા એક વાંસ ઊભા ર્યાં. તેની ચારે બાજુ ભૂમિમાં ખીલા