________________
૨૪
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
“સુમતિમંત્રીને વિજય થ” એમ સર્વેએ ઉદ્ઘોષણા કરી. - હવે વિજય મેળવી સુમતિમંત્રી દુભિના અવાજથી દિશાઓને બહેરી કરતે નગરીમાં પ્રવેશ કરીને વીરમતીની પાસે આવે અને તેની આગળ હેમરથરાજાને ઉપસ્થિત કર્યો.
તે વીરમતી તેને જોઈને બોલી કે, “હે વીરમાની ! તારા બળની પરીક્ષા થઈ? તું મારે લાંબા સમયથી સેવક છે, છતાં મારી સાથે યુદ્ધ કરવા ઈચ્છતા પહેલાં તે કાંઈ વિચાર ન કર્યો? અરે મૂર્ખ ! શું તું મારા પર કમને જાણતા નથી ? મારા મંત્રીએ પણ તારે પરાજય કર્યો. “બેલ અમારી આગળ કેણ સ્ત્રી ?” આજ સુધી તે આભાપુરીને સીમાડે જે ન હતું ? જેથી તને અહીં આવવાની ઈચ્છા થઈ? પરંતુ તારે આ ન ભૂલવું કે, જે તું હાથી છે તે હું સિંહ છું, ને તું ચાલે છે તે હું સીંચાણું છું. હે નિર્લજજ ! અહીં તારા જેવું બીજું કેણ છે, જે ફક્ત નકામી ભારભૂત એવી તલવારને ઉપાડે.”
આ પ્રમાણે કઠોર વચનથી વીરમતી તેને તર્જના કરે છે.
તે પછી સુમતિમંત્રી સુમધુર વચનોથી વીરમતીને વિનંતી કરીને હેમરથરાજાને બંધનમાંથી છોડાવ્યું. તે પછી અશનવસ્ત્ર આદિથી સત્કાર કરીને સંતેષ પમાડ્યો.