________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
૨૨૫
તે પછી વીરમતીએ કહ્યું કે, “આજથી માંડીને તું મારી આજ્ઞાનું અખંડપણે પાલન કર. તારું કલ્યાણ થશે.”
હેમણે કહ્યું કે, “હે માતા ! તમારા આદેશનું હું ક્યારેય ઉલંઘન નહિ કરું” એમ કહી તેને પ્રણામ કરી સભામાં બેઠો. શિવકુમાર નટનું પિતાની પુત્રી શિવ માલા
સાથે રાજસભામાં આગમન હવે એક વખત ઘણા પ્રકારની નટકર્મની કળામાં કુશળ શિવકુમાર નામે શ્રેષ્ઠ નટ ત્યાં આવે. તેની સાથે વિવિધ પ્રકારની નાટયકળામાં વિચક્ષણ પાંચ નટ હતા. તે નટરાજાએ નાટયકળામાં સર્વ સ્થળે યશ મેળવી રાજસભામાં પ્રવેશ કરી વીરમતીને નમસ્કાર કર્યો.
વીરમતીએ તેને પૂછ્યું કે “હે નેટવર! તું ક્યાંથી આવ્યો છે ?” - શિવકુમારે કહ્યું કે, “હે વીરસેનરાજાની વલ્લભા! હું ઉત્તર દિશાના માર્ગથી નાટયકળા વડે અનેક રાજાએના ચિત્તને પ્રસન્ન કરતો, તેઓની પાસેથી લાખો ભેટ મેળવતો આભાનગરીની ઘણી પ્રશંસા સાંભળતે અહીં આવ્યો છું. આભાનગરીની જેવી શભા સાંભળી હતી તેવી જ આજ મેં પ્રત્યક્ષ જોઈ. સભાજન સહિત તમે દીર્ઘ આયુષ્યવાળા થાઓ. હમણું જે તમારે ચં. ચ. ૧૫