________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
૨૨૩
કરવાથી પૃથ્વીપીઠનું શરણું લેતા હતા. સુભટાની તલવારની ધાર વડે ટુકડે ટુકડા કરાયેલા કેટલાક પતંગિયા જેવી દશાને પામ્યા. કેટલાક હાથીએએ ફ્રાંતના પ્રહારથી ઘેાડાઓને જીવિતથી રહિત કરી તે વડે ભૂમિને ભરી દીધી. કેટલાક ચાંદ્ધાઓના મહારથીઓએ અંગના ચૂરેચૂરા કરી મૂર્છા પમાડી પૃથ્વી ઉપર પાડી નાંખ્યા. કેટલાક વીરા શસ્ત્રપ્રહારેાથી ભેદાયેલા મસ્તકવાળા થઈ દેવતાઈ લક્ષ્મીને ( સ્વર્ગ લક્ષ્મીને) પામ્યા. કેટલાક ઘેાડેસ્વારા પાતાના ઘેાડાની ખરીઓને ખીજા હાથીઓના દાંત ઉપર રાખી ઊભા રહીને ખીજા સુલટાને બમણા પ્રહાર કરતા હતા. કેટલાક છત્રધારી રાજા ઘણા પ્રહારથી જરિત દેહવાળા થઈ પૃથ્વીતળ ઉપર પડી મદેાન્મત્ત એવા તે વીરરસના સ્વાદ કરતા હાય તેવા દેખાય છે. આ પ્રમાણે અને સૌન્ચાનું આશ્ચર્યકારક યુદ્ધ થયે છતે લેહીની નદી સુભટના મસ્તકરૂપી કમળની પક્તિથી શાભતી અને કાંઠે વહેવા લાગી. યાગિની અને ખેચરીએનાં ટાળાં કૌતુક જોવા માટે ત્યાં ઇચ્છા પ્રમાણે ફરવા લાગ્યાં. તે વખતે લેાહી અને માંસમાં આસક્ત ગીધ વગેરે પક્ષીએના સમૂહને હુ આપનારા યુદ્ધમાં સુમતિમ`ત્રી ગર્જના કરતે છતે હેમરથરાજાના સૈનિકે શિયાળની જેમ દશે દિશામાં ભાગી જઈ કયાંય અદશ્ય થઈ ગયા. તે પછી અવસર પામીને સુમતિમ ત્રીએ હેમરથને મયૂરધ વડે આંધીને સ્વાધીન કર્યાં.