________________
થી ચંદ્રરાજ ચરિત્ર
૨૨૧
અવગુણ ન જોઈએ. આપણું ઉચ્ચકુળ જેવું જોઈએ. હમણાં ચંદ્રરાજા કૂકડાપણાને પામ્યા છે એવું પિતાના મનમાં ન વિચારવું. તે પણ તમારી સેવાને ભૂલશે નહિ. કારણ કે જે પોપકાર-રસિક હોય છે તે નરશેખર થાય છે, આપણે પણ તેવા થવું જોઈએ. કહ્યું છે કે – दो पुरिसे धरइ घरा, अहवा दोहिं पि धारिआ पुहवी। उवयारे जस्स मई, उवयरिअं जे न कुंसंति ॥४९॥
બે પુરુષોને પૃથ્વી ધારણ કરે છે, અથવા બે પુરુષો વડે પૃથ્વી ધારણ કરાઈ છે, ૧ જેની ઉપકારમાં બુદ્ધિ છે અને જે ઉપકારને ભૂલતા નથી.” ૪૯
આ પ્રમાણે મંત્રીનાં વચનેથી વિશ્વાસ પામેલા તે સામંત ઊંચે હાથ કરીને બોલ્યા કે, “મંત્રીશ્વર ! ચંદ્રરાજા રૂપી સૂર્યને આતપ હિમરથરૂપી હિમને ટુકડે ટુકડા કરશે, ક્ષત્રિયો પ્રાણને પણ સ્વામીના કાર્યથી વિમુખ થતા નથી, તે ચંદ્રરાજાના સેવકે એવા અમને શું કહેવાનું હોય?”
સુમતિમંત્રીનું હેમરથ સાથે યુદ્ધ
અને સુમતિમંત્રીને વિજય હવે બધાને એકમત જાણીને સૈન્યને તૈયાર કરી મંત્રી એકદમ પ્રયાણદુંદુભિ વગાડતે નગરમાંથી બહાર નીકળ્યો. બંનેય સૈન્યના બળવાન સુભટો સ્ત્રી વગેરેના