________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
૨૧૯
-
સારી લાગશે. જે તારા યુદ્ધના અભિલાષ હાય તા તારા એ અભિલાષ પૂરો કરજે. આવવાથી યુદ્ધમાં તેની પરીક્ષા થશે. હું મૂખ'! પારકાના રાજ્યની ઇચ્છા કરતાં તારું પેાતાનુ' રાજ્ય પણ રહેશે નહિ. કીડીને પાંખ આવે તે તેના વિનાશ માટે જ થાય છે, તેવી જ તારી ચેષ્ટા છે. ચપટીમાત્રમાં તને મસળી નાંખીશ એમ તારે જાણવુ હું દૂત ! તારા સ્વામીને મેં કહેલું અધુ' કહેજે.'
:
આ પ્રમાણે કહીને તેણીએ દૂતને રવાના કર્યાં. તે વીરમતીની પાસેથી નીકળી તે ક્રૂતે હેમરથરાજાની પાસે જઈ ને તેણીની બધી વાત જણાવીને કહ્યું કે, · હે રાજા! જેણે વિદ્યાએ સિદ્ધ કરી છે એવી તેણીની સાથે વિરોધ ન કરવા.? આ પ્રમાણે વિન'તી કર્યા છતાં પણ અભિમાનને વશ થયેલા રાજાએ તેનુ વચન માન્યું નહિ.. એકદમ યુદ્ધને નિણ ય કરી હેમરથરાજાએ પેાતાના સૌન્યને તૈયાર કર્યુ..
તે પછી તે હિમાલયના શિખર સરખા મદ ઝરતા હાથીઓ, સમુદ્રના તરગ સરખા તરંગવાળા એવા હૈષારવ કરતા અવે, ચક્રની ધાર વડે પૃથ્વીને ચૂરી નાખતા રથા અને યુદ્ધભૂમિમાં વિજય મેળવનારા સુભટાને લઈ ને સામાના સમૂહથી પરિવરેલા નિરંતર પ્રયાણા વડે ‘ આ રાંડને એકદમ પેાતાની ભૂજાના મળ વડે ક્ષણવારમાં જીતીને આભાનગરીને ગ્રહણ કરીશ.' એમ વિચારતા આભાનગરીની સમીપમાં આણ્યે.