________________
૨૨૦
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
તે વખતે શત્રુસમુદાયને નાશ કરવા સમર્થ એવા અનેક વીરપુરુષથી અધિષ્ઠિત આભાપુરીને જોઈને પ્રબળ શત્રુઓથી પણ આ આભાનગરી છતાય તેવી નથી એમ જાણું ક્ષોભ ઉત્પન્ન થવાથી તે ત્યાં જ રહ્યો.
- હવે પિતાની નગરીની પાસે આવેલા હેમરથને જાણીને તે વીરમતીએ પિતાના મંત્રી સુમતિને બોલાવીને કહ્યું કે, “હે મંત્રીશ્વર ! આ હેમરથ સૈન્ય સાથે આવી આ નગરીને ઘેરો નાખવા ઈચ્છે છે. એ તુચ્છની સાથે યુદ્ધ કરવું મને પણ લજજા કરનારું છે. એ સામાન્ય માણસ સાથે યુદ્ધ કરવા હું કઈ રીતે જાઉં? પરંતુ તારી ઉપર મારી મહેરબાની છે. અવશ્ય તારે વિજય થશે. તેથી તું સૈન્ય લઈને તેની સામે જા. તારે કંઈ જાતની ચિંતા ન કરવી. તારું રુવાંટુ પણ વાંકું કરવા કોઈ શક્તિમાન નથી. આથી ઢોલ-નગારાના અવાજ પૂર્વક ત્યાં જઈ એકદમ તેને ઘેરી લઈ વિજયપતાકા ગ્રહણ કર.”
આ પ્રમાણે વીરમતીનાં વચને સાંભળી તે સુમતિમંત્રી પિતાના સ્થાને આવી સામંતને બોલાવી કહે છે કે, “હે સામંત ! આ હેમરથરાજા પ્રબળ સૈન્ય લઈ આ આભાનગરીને જીતવા આવ્યું છે, તેને જીતનાર ક્ષત્રિયકુળમાં ઉત્પન્ન થયેલે શું કઈ નથી? જે કંઈ માડીજાયે હોય તે તૈયાર થાઓ. તમારી જેવા સામતગણ હોવા છતાં જે તે આભાનગરીને ગ્રહણ કરશે તે આપણે કેવી રીતે મોટું દેખાડીશું? હમણાં વીરમતીના