________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
૨૨૭ નાખી, તે ખીલામાં દોરડા બાંધી મજબૂત કર્યો. તેથી ભવ્યજનને તે લેક (ચૌદ રાજલેક)ના આકાર સરખે દેખાય છે તેમ જ વાંસની આગળ નાખેલા ખીલા ઉપર સોપારી મૂકીને તે વાંસને વિભૂષિત કર્યો.
સૌથી પહેલા ત્યાં શિવમાલા આવી. મહારાણીને પ્રણામ કરી ચંદ્રરાજાની કીર્તિ ઉચ્ચારે છે. તે પછી પોતાના પિતા વગેરેની રજા લઈ તે વાંસ ઉપર ચઢે છે. તે વખતે નીચે ઊભેલા નટે ઢેલ વગાડે છે.
નટરાજ કહે છે કે, “પુત્રી! તું સાવધાન થઈને ચિત્ત અને નેત્ર નિશ્ચલ કર. હે પુત્રી ! તે નટકુળમાં ઉત્પન્ન થઈને ઘણી કળાઓને અભ્યાસ કર્યો છે, તે કળાઓ જે આ રાજસભામાં નહિ બતાવે તો તારી કળાની કુશળતાને ક્યાં ઉપગ થશે ? આપણે આ કુળધર્મ છે, અહીં કેઈ વિચાર ન કર. કહ્યું છે કે, अवसरं पप्प जो मूढो, स-हियं न समीहए । लोगबज्झो स विण्णेओ, को हि कित्तिं न कंखए ॥५०॥
અવસર પામી જે મૂર્ખ પિતાનું હિત ઈચ્છતો નથી, તે વ્યવહારશૂન્ય જાણ, કીર્તિની કોણ ઈચ્છા કરતું નથી ?” ૫૦
તે પણ પિતાનું વચન સાંભળીને એકદમ વાંસના શિખર ઉપર ચઢી વાંસના અગ્રભાગ ઉપર રહેલ સેપારી ઉપર પોતાની નાભિ રાખી આકાશમાં કુંભારના પૈડાની