________________
શ્રી દ્વારા ચારિત્ર
હ
उपएदसो न यव्वो, जारिसे तारिसे जणे । उअ वानरमुक्खेण, सुघरी निग्धरीकया ॥४८॥
“મૂખંજનને ઉપદેશ આપ એ પ્રકોપ માટે થાય છે, શાંતિ માટે થતું નથી. સપને દૂધ પીવરાવવાથી ફક્ત ઝેરની વૃદ્ધિ થાય છે.” ૪૭ - “જેવા તેવા માણસને ઉપદેશ ન આપવો. જુઓ મૂખ વાનરને ઉપદેશ આપવાથી સુઘરી (પક્ષી) ઘર વગરની કરી.” ૪૮
કારણ કે બળવાનની વિરુદ્ધ ચિંતન કરવું તે ફક્ત અત્યંત દુઃખ પેદા કરનાર જ થાય છે.
કેટલાક રાજાઓએ વિરમતીના વિદ્યાબળથી ભય પામી તેને પ્રણામ કરી તેની આજ્ઞા કબૂલ કરી. તેણીએ અચિંત્ય વિઘાશક્તિના પ્રભાવથી વાંકા ચાલતા માણસને સરળ બનાવી દીધા. હિમાલયના રાજા હેમરથરાજાની આભાપુરી
ઉપર ચઢાઈ તે વખતે હિમાલયના અધિપતિ હેમરથરાજાએ વીરમતીને વૃત્તાંત જા. પહેલાં જે ચંદ્રરાજાથી ઘણી વાર પરાજય પામ્યું હતું. તેથી તેણે વિચાર્યું કે, હમણુ વિજયનો સમય આવ્યે છે એ પ્રમાણે નિર્ણય કરી તે આભાપુરીનું રાજ્ય લેવા તૈયાર થયે. પહેલાં વીરમતીને - સાધારણ સ્ત્રી માનીને તે હેમરથરાજાએ એક પત્ર લખી