________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
૨૧૫
તે પછી વીરમતીએ કહ્યું કે, “વહુને રમવા માટે મૂલ્ય આપીને એ ખરીદ કર્યો છે. અત્યંત દીન અવસ્થાને અનુભવતા એને જોઈને દયા આવવાથી મેં એને પાંજરામાં રાખે છે. જ્યાં સુધી જીવે ત્યાં સુધી એ સુખપૂર્વક
અહીં રહે. સુસ્વાદુ ફળ વગેરેના ભેજન વડે તે આનંદ કરે. રાત્રિના છેલા પહેરે પ્રભુના ગુણગાન માટે મને પણ તે પક્ષી જગાડે છે.”
તે પછી મંત્રીએ કહ્યું કે, “આ પક્ષીને તમે ખરીદ કર્યો હોય તેમ જણાતું નથી. જે મૂલ્ય આપીને ગ્રહણ કર્યો હોય તો તે માટે કરાયેલ ધનને વ્યય ( ખર્ચ) કોઈક ચેપડામાં લખાયેલ હત. તમારે બધા કારભાર મારા હાથે જ થાય છે, આથી મને સાચું કહે. હું તે તમારે જ છું, તમારું બધું જાણું છું.'
વીરમતીએ કહ્યું કે, “આવી વાત વારંવાર પૂછવી નહિ, તેમાં તારું જ્ઞાન નથી. વળી મારી પાસે ઘણું દાગીના છે, તેમાંથી એક દાગીને આપી આ કૂકડે મેં ખરીદ કર્યો છે. તેથી તેનું નામું ચોપડામાં નથી. હવે ફરીથી એ વાત પૂછતે નહિમેં કહેલું વચન તારે માનવું. અન્યથા તું પણ તેવી અવસ્થા પામીશ.”
આ પ્રમાણે તેનું ભયપૂર્વકનું વચન સાંભળીને મંત્રી મૌન થશે. - આ વખતે ઘરની અંદર રહેલી અશુપૂર્ણ નેત્રવાળી ગુણાવલીને તેણે રેતી જઈ તેણીએ પણ પિતાની