________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
૨૧૩
સર્જન થયું છે. આ નગરમાં સ્ત્રી-રાજય થયું, કારણ કે બધે પુરુષવર્ગ ક્ષય પામે છે. એ પ્રમાણે નગરજને પરસ્પર બોલવા લાગ્યા. ચિત્તમાં ખેદ પામ્યા છતાં પણ વીરમતીને કાંઈ પણ કહેતા ન હતા. વીરમતી નિર્વિદનપણે રાજ્ય કરવા લાગી. મેટા સામંત રાજાઓ પણ તેની આજ્ઞાને માળાની જેમ મસ્તકે વહન કરે છે. ચંદ્રરાજાને કોઈ યાદ કરતું નથી. જેની ઉપર યમરાજા કપ પામ્ય હેય તે જ ચંદ્રરાજાને યાદ કરે, અથવા તે મરી ગયેલ જ જોવાય. સર્વત્ર અખંડિત આજ્ઞાને પ્રવર્તાવતી તે રાણી મંત્રીને સ્વાધીન કરી પ્રસન્ન મનવાળી થઈ
તે વીરમતીએ વિચાર્યું કે, “મારા જેવા સ્વભાવવાળે આ મંત્રી મો છે. મારાં વચનને અનુસરતો આ ગાનને અનુકૂળ વાજિંત્ર વગાડે છે, એ પોતે પણ ચંદ્રરાજાને યાદ કરતો નથી” એ પ્રમાણે માનતી કાળ પસાર
હવે એક વખત ચતુર થઈને મંત્રીએ વીરમતીને કહ્યું કે, “હે માતા ! મોટા પરાક્રમવાળા તમે આ રાજ્યનું રક્ષણ કરતે છતાં પ્રજા ચંદ્રરાજાનું નામ પણ લેતી નથી. કેઈની પડી ગયેલી વસ્તુ આપણા રાજ્યમાં કેઈપણું લેતું નથી. તમારે પ્રભાવ અચિંત્ય છે. આવું રાજ્યપાલન પૂર્વે કેઈએ કર્યું નથી. તમે રાજ્યસન પર બેઠા ત્યારથી “વાઘ–બકરી એક કાંઠે સાથે પાણી પીએ છે. એવી લોકોક્તિ સાચી થઈ હે માતા ! વધારે શું