________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
-
૨૧૧
તમે આ શું બોલે છે? તમે મોટાં રાજમાતા છે, તમારે સારી રીતે વિચાર કરીને બોલવું જોઈએ. મેં રાજાને માર્યો અને કેઈ સાક્ષી છે? મારે રાજાને મારવાનું શું કારણ? તમે વિચારીને બેલે. જૂઠું બોલવામાં તમને શું લાભ છે? “આત્માનું હિત કરવામાં સાવધાન સજજને અવર્ણવાદ બેલતા નથી. હિતવચન કહેનારા અને તમે સારે બદલે આપ્યો. નગરજનોના આગ્રહથી મેં તમારી આગળ આ વાત કહી, પરંતુ તમે તેનાથી ઘણે રોષ પામ્યાં. તમે કહો કે, હું શા માટે રાજાને મારું? આથી હે માતા ! તેવું બેલિવું જોઈએ કે, જે બીજો સાચું માને.”
- આ પ્રમાણે મંત્રીનું વચન સાંભળીને વીરમતી તેને એકાંતમાં લઈ જઈને બેલીઃ “મંત્રી! તારે ચંદ્રની વાત કરવી નહિ, તેમાં કઈ સાર નથી. જે તું વધારે બોલીશ તો “વાંકા વેધને વાંકી ખીલી” જેવું થશે. બીજી વાત એ છે કે, “તું પારકા છિદ્ર જુએ છે, પિતાના જેતે નથી.” આ પ્રમાણે લોકવચન ન ભૂલવું. હે મંત્રી ! તને પિતાને માની ગુપ્ત હોવા છતાં ઘરની વાત કહું છું કે, ચંદ્રરાજા વિદ્યાધરની વિદ્યાઓ સાધવા માટે એકાંતવાસમાં રહ્યો છે, તેથી તેને હમણું કેમ પ્રગટ કરાય ? તેનું નામ પણ લેવું નહિ. આપણે બને મળીને રાજ્યને વહીવટ કરીશું. આપણને કહેવા બીજે કોણ શક્તિશાળી છે? હું રાજાના સ્થાને રહી છું, તું મારે મંત્રી થઈને કાર્યસાધક