________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
૨૯
- તમે રોષ પામશે તે તમારા દુર્વચને સહન કરીને પણ હું સાચું જ કહીશ કે, હે ભગવતી ! રાજાને જવાને આતુર નગરલોકને અટકાવતાં મને આજે એક મહિને થયો. ગૂઢ હૃદયવાળા તમારી પ્રવૃત્તિને પાર પામવા હું શક્તિમાન નથી, પરંતુ સંશય પામેલા સર્વ લેક કહે છે કે, ચંદ્રરાજા કેમ દેખાતા નથી? તે ક્યાં ગયા ? રાજા વગર રાજ્ય ધૂરા વગરનું થયું છે. ખાલી ખાણિયામાં બે સાંબેલા જેવું થયું છે, તેથી હમણું કેઈપણ રીતે રાજાને પ્રગટ કરે. તમે રાજમાતા છે, ઘણું ઉચ્ચ સ્થાને રહેલા છે, તમારું બાળક જેવું આચણ શેતું નથી. તેથી અહીં જે સાચું હોય તે જણાવે. હવે રાજાને જેવાની ઉત્કંઠાવાળી પ્રજાને રોકવી અશકય છે.” ( આ પ્રમાણે કઠેરતાપૂર્વકના અને યુક્તિપૂર્વકના મંત્રીના વચને વીરમતીના હૃદયમાં કાંઈ પણ ગુણ ન કર્યો. કારણ કે, “સ્તનપાન કરનાર બાળકને નપુંસક સ્ત્રીના સ્તન દૂધ આપવા સમર્થ થતા નથી.”
મંત્રીનાં વચન સાંભળીને તે દુષ્ટ વીરમતી બેલીઃ હે મંત્રી ! તારું દુશ્ચરિત્ર હું જાણું છું. આ તારે આ જ અપરાધ છે, કારણ કે તું રાજાને મારીને મને કહેવા આવ્યો છે. મારા પ્રિય પુત્રને મારીને તે મટી હત્યા કરી છે. પ્રશાંત થઈને મારી પાસે શું કહેવા આવ્યું છે? - ચં. ચ, ૧૪ .