________________
૨૭૮
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
એક માસથી રાજાને જોયા નથી. મારી પણ રાજાને જોવાની ઘણી ઉત્કંઠા છે. મારે પણ તમારા જે જ વિચાર છે. તેથી હમણું તમે સુખપૂર્વક રહે. અધીરાઈ ન કરે. જલદી તેની તપાસ કરીને તમને ખુશ કરીશ. ચિંતા ન કરે.” આ પ્રમાણે કહી, સન્માન કરી, નગર જનેને વિસર્જન કર્યા.
હિતશિક્ષા આપનાર મંત્રી ઉપર . વીરમતીએ ખેડું આળ આપવું
પછી તેણે વીરમતીની પાસે જઈને નગરલકોએ કહેલ સર્વ હકીકત જણાવી અને ફરીથી કહ્યું કે, “હે માતા ! રાજા આ પ્રમાણે ગુપ્ત કેટલો વખત રહેશે? રાજા વગરનું રાજ્ય લાંબો સમય રહેશે નહિ. રાજાને નહિ જેવાથી લેક ઘણું કપ પામ્યા છે. મેં નિવારવા છતાં પણ રાજાને જેવાને આગ્રહ છેડતા નથી. કઠેર અક્ષરેથી કહેવાયેલું મારું વચન તમને પાછળથી હિતદાયક થશે. આથી તમારે સ્ત્રીબુદ્ધિ છેડી દેવી જોઈએ. કહ્યું છે કે – अबला जत्थ य पबला, सिसू नरिंदो निरक्खरो मंती । नहि नहि तत्थ सुहासा, जीविय-आसा विदुल्लहा होइ ।४३।
જ્યાં સ્ત્રીઓ જોરદાર હોય, રાજા બાળક હોય, મંત્રી અભણ હોય, ત્યાં સુખની આશા તે હતી જ નથી. જીવિતની આશા પણ દુર્લભ હોય છે.” ૪૩