________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
૨૦૭
પણ વિમાતાના ભયની શંકા કરતી કેઈની આગળ પ્રિયનું વૃત્તાંત કહેતી ન હતી. ગુપ્તપણે તેને રાખતી હતી.
હવે રાજાને જવાને આતુર નગરજને એ મંત્રીની પાસે આવી વિજ્ઞપ્તિ કરી કે, “હે બુદ્ધિના ભંડાર મંત્રીશ્વર! એક મહિના સુધી રાજાનું દર્શન કર્યું નથી. હવે જે રાજાનું દર્શન નહિ થાય તો અમે અહીં રહીશું નહિ, બીજા દેશમાં જઈને રહીશું. મહેરબાની કરી જવાની રજા આપો, જેમ દયા વગરને ધર્મ, ઉત્તમકુળરહિત મનુષ્યજન્મ, દાંત વગરને હાથી હોય તેમ રાજા વગરનું રાજ્ય શેભતું નથી. કહ્યું છે કે – राए धम्मिम्मि धम्मिट्ठा, पावे पावा समे समा । रायाण अणुवद ते, जह राया तह पया ॥४१॥ दुब्बलाणमणाहाणं, बालवुड्ढतवंसिणं ।। खलेहिं परिभूआणं, सव्वेसिं पत्थिवो गई ॥४२॥
રાજા ધમિઠ હોય તે પ્રજા ધર્મિષ્ઠ હોય છે, રાજા પાપી હોય તો પ્રજા પાપી હોય છે, રાજા સારે હોય તો પ્રજા પણ સારી હોય છે. પ્રજા રાજાનું અનુકરણ કરે છે. જે રાજા હોય તેવી પ્રજા હેય.” ૪૧
“ દુજનેથી પરાભવ પામેલા એવા દુર્બળ, અનાથ, બાળ, વૃદ્ધ અને તપસ્વી તે સર્વેનું શરણુ રાજા છે.” ૪૨
તેથી રાજા ન હોય તે વનમાં રહેવું એ જ સારું.’ મંત્રીએ પણ કહ્યું કે, “હે નગરજને ! મેં પણ