________________
૧૪૬
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
તે પછી વિદ્યાધરે કહ્યું કે, “હે માતા! પવિત્ર ભૂમિપ્રદેશમાં શ્રી શાંતિનાથ તીર્થકરનું મહામંગલના કારણરૂપ, સર્વ વિદનને શાંત કરનાર બિંબ સ્થાપન કરીને તેની આગળ પાંચ દીપક પ્રગટાવીને જિનબિંબની આગળ મારી પત્ની અને રાજાની રાણે સાથે તું તીર્થકર ભગવંતના ગુણગાન વડે રાત્રિ જાગરણ કર. પ્રભાત થયે આ કણેરની કંબા વડે રાજાના દેહને સ્પર્શ કરે જેથી તારો પુત્ર સાજો થશે અને સર્વ વિદન દૂર થશે.”
આ પ્રમાણે વિદ્યાધરે કહેલા વચનથી તમારી વિમાતાએ બેલાવેલી હું ત્યાં ગઈ, તે પછી વિદ્યાધરી સાથે અમે આખી રાત જિનપ્રતિમાની આગળ જિનેશ્વરના ગુણગાન વડે પસાર કરી, તે પછી મેં કંબા વડે સ્પર્શ કરી તમને જગાડ્યા. સ્ત્રી સહિત વિદ્યાધર પિતાને સ્થાને ગયો. આ પ્રમાણે અમારો રાત્રિને વૃત્તાંત તમે જાણે, તેથી સકલકળામાં કુશળ ચંદ્રરાજાએ કહ્યું કે, તે સાચું જ કહ્યું છે. પતિવ્રતા સ્ત્રીઓનો એ જ ધર્મ છે કે, તેણે હંમેશા પોતાના સ્વામીના હિતકાર્યમાં પ્રવર્તવું. કહ્યું
मिश्र पदेइ हि पिआ, मिश्र भाया मिरं सुओ। अमिअस्स हि दायारं, भत्तारं का न सेवए ॥२५॥
પિતા પરિમીત આપે છે, ભાઈ પરિમીત આપે છે અને પુત્ર પણ પરિમીત આપે છે. અપરિમીત આપનાર સ્વામીને કણ ન સેવે?” ૨૫