________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
આજ રાતે આભાપુરી ઉપર આવ્યો, ત્યારે અકસ્માત અકાલવૃષ્ટિ થઈ પવન પણ ચારે તરફ ફેલાયો, તેથી તેનું વિમાન અટકી પડયું. ઘણું ઉપાય કર્યા પણ ત્યાં જ ઊભું રહ્યું. '
તે વખતે કૌતુક ઉત્પન્ન થવાથી વિદ્યાધરીએ પૂછયું કે, “સ્વામી ! આજે અકાલવૃષ્ટિ કેમ થઈ? વિમાન કેમ થંભી ગયું?”
વિદ્યાધરે કહ્યું કે, “હે પ્રિયા ! હું બધું જાણું છું, પરંતુ આ વાત ન કહીએ એ જ સારું, પારકી વાત 'કહેવામાં આપણને કેઈ લાભ નથી.”
આ પ્રમાણે તેણે નિષેધ કરવા છતાં કદાગ્રહથી વ્યાપ્ત થઈ તે વિદ્યાધરીએ કહ્યું : “હે આર્યપુત્ર! કૃપા કરીને આ વાત મને અવશ્ય કહો.” આ પ્રમાણે તેણે પિતાને કદાગ્રહ ન છોડ્યો. તેની સ્ત્રીહઠ છોડાવવામાં અસમર્થ વિદ્યાધર કહે છે :
“આ આભાપુરી ઉપર કોઈ દેવ શુષ્ટ થ છે, તેથી રાજાને સંતાપ ઉત્પન્ન કરવા પવન સાથે વૃષ્ટિ કરી, અને રાજાના પુણ્ય પ્રતાપથી આપણું વિમાન ખલના પામ્યું છે.”
વિદ્યાધરીએ કહ્યું કે, “હે પ્રિય! એવો કોઈ ઉપાય છે કે, જેથી રાજાને ઉપદ્રવ ન થાય, જે એમનું વિદન દુર કરવા માટે તમારી શક્તિ હોય તો અવશ્ય ઉપકાર કરે. પરોપકાર જે બીજો કોઈ ધર્મ નથી.