________________
શા ચરાજ ચરિત્ર
૪૩
घल्ली नरिंदचित्तं, वक्खाणं पाणियं च महिलाओ। तत्थ य वच्यंति सया, जत्थ य धुत्तेहिं निजंति ॥२२॥
“વેલડી, રાજાનું ચિત્ત, વ્યાખ્યાન, પાણી અને સ્ત્રીઓ ત્યાં હંમેશા જાય છે, કે જ્યાં ધૂતારાઓ વડે લઈ જવાય છે.” ૨૨
નારી, પાણી, તલવાર, નેત્ર, અશ્વ અને રાજાઓ જેમ વાળે છે તેમ વળે છે, એ નકકી છે, એમ વિચારીને તેણે કહ્યું કે, “હે પ્રિયા ! હમણું બીજી વાત કરવાથી સયું. આજે તું વિચિત્ર વસ્ત્રો પહેરીને રાત્રિએ ક્યાં ફરી આવી છે, તે સાચું કહે.”
તે વખતે ગુણવલી પતિને છેતરવા માટે મનકલ્પિત વાત કરવા લાગી : “હે સ્વામી! વૈતાઢય નામે પર્વત છે, ત્યાં વિશાળા નામે નગરી છે, તે નગરીમાં મણિપ્રભ નામે વિદ્યાધરરાજા રાજ્ય કરે છે, તેને યથાર્થ નામવાળી ચંદ્રલેખા નામે પટરાણી છે. તે દંપતી રાતદિવસ ઈચ્છા મુજબ સુખપૂર્વક વિલાસ કરે છે. બધા વિદ્યારે તેની આજ્ઞાને પુષ્પમાળાની જેમ મસ્તકે વહન કરે છે.
હવે એક વખત રાજા પિતાના ગુરુના મુખેથી તીર્થયાત્રા આદિને અધિકાર સાંભળી તીર્થયાત્રાની ઈચ્છા થવાથી પટરાણી સાથે શ્રેષ્ઠ વિમાનમાં બેસીને યાત્રા માટે નીકળે.
તે સિદ્ધગિરિ વગેરે અનેક તીર્થોની યાત્રા કરતાં