________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
“જેને રોષ પામેલે વિધાતા–ભાગ્ય જ્યારે અશુભ ફળ આપે ત્યારે શૂર હોય કે પંડિત હેય તે પણ ત્યાં તે માણસ શું કરી શકે.” ૯
છે. જે ન થવાનું હોય તે થતું નથી, જે થવાનું હેય તે વગર મહેનતે થાય છે. નસીબ ન હોય તે હાથમાં આવેલું પણ નાશ પામે છે.” ૧૦
આ પ્રમાણે ભાગ્યવિલાસ સારી રીતે વિચારીને તે પોતાના ખેળામાં કૂકડાને સ્થાપન કરીને તેને હાથ વડે વારંવાર સ્પર્શ કરતી નેત્રમાંથી આંસુની ધાર વડે નવરાવતી બેલી. “હે સ્વામી! જે મસ્તક ઉપર મણિઓની કાંતિથી દેદીપ્યમાન મુગટ શોભતો હતો, તે મસ્તક ઉપર હમણાં લાલ ચામડાની શિખા છે જે દેહ અમૂલ્ય વસ્ત્રાલંકારોથી શોભતે હતું, તે હમણું પીંછાંઓના સમૂહથી ૮ કાયેલે દેખાય છે. જે કટી પ્રદેશમાં પહેલાં ખડગરત્ન ધારણ કરતા હતા, તે સ્થાને આજે વકપણાને પામેલી શસ્ત્રરૂપ નખની શ્રેણી દેખાય છે. પહેલાં જે સૂર્યોદય વખતે બ ટીજનોએ ગાયેલાં સ્તુતિમંગળ વડે શસ્યામાંથી જાગતા હતા, તે હમણાં રાત્રિના છેલ્લા પહોરે કૂકડક શબ્દો વડે લોકોને જગાડતા જાગે છે. જે પહેલાં મનગમતું મધુર ભંજન કરતા હતા, હમણ ઉકરડે જોવામાં તત્પર થાય છે. પ્રથમ જે મનહર વચન બેલતા હતા તે હવે “કૂકડુકુ એવા શબ્દો બોલે છે. જે પહેલાં રત્નમઢિત સિંહાસન ઉપર બેસતા હતા, તે આજે