________________
૨૦૦
શ્રી ચંદ્રરાજ ત્રિચ
કેઈપણ મુસાફર પાસેથી આભાનગરીને વૃત્તાંત ન જાણે. છતાં પણ આશારૂપી પાશમાં બંધાયેલી ત્યાં રહેલી દાનમાં રક્ત તે માગણ, મુસાફર વગેરેને ઈચ્છા મુજબ દાન આપીને દરેકનું સન્માન કરીને આભાપુરીનું વૃત્તાંત પૂછતી હતી કે, “હે ભાઈઓ ! તમે દેશાંતર ફરતા વિવિધ દેશના વૃત્તાંત જાણતા હશે. આથી પૂર્વ દિશામાં કોઈ ટી આભાનગરી જોઈ છે? અને ત્યાં ઈંદ્ર સરખો ચંદ્રરાજા રહે છે, તેને તમે જે છે ?”
આ પ્રમાણે પૂછવાથી તે બધા તેને કહેવા લાગ્યા કે, “બહેન ! અમે તે દેશમાં ક્યારે ય ગયા નથી, તે નગરીને પણ સાંભળી નથી, તેથી ચંદ્રરાજાને ક્યાંથી ઓળખીએ ?”
આ પ્રમાણે પ્રત્યુત્તર સાંભળી તે નિરાશ થતી હતી. પ્રિયના ખબર ન મળવાથી એકાંતમાં શેક કરતી, નેત્રેમાંથી આંસુધાર છેડતી પિતાના સ્વામીના ખબર સાંભળવાની ઈચ્છાવાળી તે બીજા ઉપાય ન જડવાથી ધીરતા ધારણ કરીને કેટલાક સમય પસાર કરતી હતી. પરંતુ પિતાનું દુઃખ જણાવી બીજા કેઈને દુઃખી કરતી ન હતી. જંઘાચારણ મુનિનું આગમન અને ઉપદેશ
હવે એક વખત વિમલાપુરીમાં ભવ્ય પ્રાણીઓના મનના મળને નિર્મળ કરનારા કઈ જ ઘાચારણ મુનિ ઉદ્યાનમાં પધાર્યા. ઉધાનપાલક એકદમ આવીને મકર
-