________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
પ્રધાને પાસેથી સત્ય હકીકત જાણી
રાજાનું શંકારહિત થવું આ પ્રમાણે ચોથા મંત્રીના વચનથી વિશ્વાસ પામી રાજાએ પિતાની પુત્રીને દોષરહિત જાણીને પૂર્વની માફક તેની ઉપર સનેહવાગે થયો. પુદય થાય ત્યારે બધા સાનુકૂળપણાને પામે છે. કહ્યું છે કે – आवइगओ वि नित्थरइ, आवय तरइ जलहिपडिओ वि। रणसंकडे वि जीवइ, जीवो अणुकूलकम्मवसा ॥३०॥
જીવ અનુકૂળ કર્મના ગે સંકટ પામ્યું હોય તે પણ પાર પામે છે, સમુદ્રમાં પડ્યો હોય તે પણ આપત્તિને તરી જાય છે, યુદ્ધનું સંકટ આવે તે પણ જીવે છે.” ૩૦
તે પછી ચારે મંત્રીના અપરાધને માફ કરીને રાજાએ વિસર્જન કર્યા તેથી તેઓ પિતાને સ્થાને ગયા.
પછી રાજાએ સુબુદ્ધિમંત્રીને કહ્યું કે, “આ બધું સિંહલરાજાનું કપટ જણાય છે. પ્રેમલાલચ્છી સર્વથા દેષરહિત છે. તેનું પાણિગ્રહણ કરનાર બીજો કોઈ રાજકુમાર સંભવે છે. આ દુર્ભાગી કુષ્ઠીએ મારી પુત્રીની ફેગટ વિડંબના કરી. હમણાં તેને પરણનાર વરની તપાસ કરવી.
સિંહલરાજા આદિ પાંચને નિગ્રહ કરો આ પ્રમાણે રાજાએ કહેવાથી મંત્રીએ કહ્યું કે