________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
આ કન્યારત્ન અપાય. એ પ્રમાણે ઘણી વાર પ્રાર્થના ક્ય છતાં પણ રાજાએ અમારું વચન ન સ્વીકાર્યું. તે વખતે ત્યાં રહેલા રાજાના મંત્રી હિંસકે અમારું વચન સ્વીકાર્યું. અમે કહ્યું કે, “મંત્રીશ્વર ! અમને કુમાર દેખાડે, પછી સંબંધ કરીશું. વરને જોયા વિના વિવાહ ન કરે એ અમારા રાજાને આદેશ છે. તે વખતે હિંસક બોલ્યો કે, “મંત્રીવર! હમણું રાજકુમાર ભણવા માટે પિતાના મામાને ઘેર (મોસાળ) રહ્યો છે. કામદેવના રૂપને જીતે એવે, જગતના લોકોને આનંદ આપે એ છે, માટે સુખેથી વિવાહ કરે. જોવાનું કાંઈ કામ નથી.” ફરીથી અમે વરને જોવા માટે ઘણે આગ્રહ કર્યો, ત્યારે
આ ભેદથી સાધવા ગ્ય છે” એમ વિચારીને તેણે અમને દરેકને કોડ-કોડ ધન આપીને આગ્રહરહિત કર્યા. પછી લોભથી વ્યાપ્ત થયેલા અમે વિવાહ કર્યો. હે સ્વામી! અમે આ પ્રપંચ કર્યો છે. કુમાર કેવો છે તે અમે જે નથી. ફક્ત ફટકપટના ઘર હિંસકને જ અમે જાણીએ છીએ. આ પ્રમાણે હે સ્વામી ! અમારું સાચું વૃત્તાંત જાણે. આ અમારે માટે અપરાધ છે. આથી આપને જે ગમે તે કરો. વિશ્વાસઘાતી એવા અમે કઈ ગતિ પામીશું ! અમને ધિક્કાર પડે !
આ પ્રમાણે આ ચોથા મંત્રીનું વચન સત્ય જાણીને રાજાએ કહ્યું કે, “હે મંત્રી ! તેં સાચું કહ્યું. ‘તારા વચનમાં મને વિશ્વાસ બેસે છે.