________________
૨૦૪.
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
નમસ્કારમંત્રના ધ્યાનના પ્રભાવે
શાસનદેવીનું વચન હવે એક વખત નમસ્કાર મહામંત્રના ધ્યાનના પ્રભાવથી પ્રસન્ન થયેલી શાસનદેવીએ પ્રગટ થઈને પ્રેમલાલચ્છીને કહ્યું કે, “હે ધર્મભગિની ! તારો પતિ લગ્નદિવસથી સોળ વર્ષને અંતે તને મળશે, તેથી તારે કોઈ જાતની ચિંતા ન કરવી. સદ્દભાવપૂર્વક પંચપરમેષ્ઠિની ભક્તિ હંમેશાં કરવી.” એમ કહી શાસનદેવી અદશ્ય થઈ.
તેથી પ્રેમલાલચ્છીએ વિકસિત મનવાળી થઈને લજજાને ત્યાગ કરીને પિતાના માતા-પિતાની આગળ દેવીનું વચન કહ્યું. તે સાંભળીને માતા-પિતા પણ ચિંતા રહિત થયાં. ત્યારથી માંડીને પ્રેમલાલચ્છી પણ નમસ્કાર મહામંત્રને પ્રભાવ જાણું વિશેષ કરીને તેનું ધ્યાન કરતી જિનચૈત્યના દર્શન-વંદન-પૂજનને વિષે તેમ જ યથાશક્તિ તપ-પચ્ચખાણ કરવા આદિ ધર્મકાર્યોમાં ઉદ્યમવાળી થઈ
ચેગિનીના મુખે ચંદ્રરાજાના ગુણનું શ્રવણ
હવે એક વખત જેના કરકમળમાં વીણ શોભી રહી છે એવી કઈક એગિની ભ્રમણ કરતી ત્યાં આવી. તે કોયલના અવાજ કરતાં પણ વધારે મધુર સ્વરે વીણ વગાડવા લાગી.
પ્રેમલાલચ્છીએ તેને પિતાની પાસે બોલાવીને કહ્યું કે, “બહેન! પૂજ્ય એવા તમારે ક્યાં નિવાસ છે?”