________________
૧૮૮
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
મંત્રીના આગ્રહથી રાજાએ પ્રેમલાલચ્છીને બોલાવીને બાંધેલા પડદાની અંદર તેને બેસાડી.
તે પછી મંત્રીએ રાજાના આદેશને મેળવી પ્રેમલા-લચ્છીને કહ્યું : “રાજકન્યા ! તમારે જે કહેવું હોય તે બધું રાજાની આગળ જણાવીને નિશ્ચિત થાઓ.”
પ્રેમલાલચ્છીએ પોતાના પિતાને કહેલી
સત્ય હકીકત આ પ્રમાણે મંત્રીના મુખેથી રાજાની આજ્ઞા મળવાથી તે હર્ષિત મનવાળી થઈને કહે છે કે, “હે પિતા ! આપની આગળ હું અસત્ય બોલીશ નહિ. “ઉત્તમ પુરુષે સત્ય જ બોલે છે.” આ વાત મગજમાં ન ઊતરે એવી અશક્ય છે, તેમ જ પૂજ્યપાદની આગળ બોલતાં મને લજજા આવે છે, પરંતુ હમણાં લજજા રાખવાથી મારું કામ બગડે છે, તેથી હું જે બન્યું તે કહું છું. તે સાંભળે.
હે પિતા! આપે મને જે વર સાથે પરણાવી તે આ નથી, એમાં શંકા ન કરવી. મને પરણનાર ધણી પૂર્વ દિશામાં રહેલી આભાનગરીને સ્વામી, વીરસેનરાજને પુત્ર ચંદ્રરાજા છે, એમ મેં અનુમાનથી જાણ્યું છે. આ કુષ્ઠી તે એની આગળ તરણા જેવો છે. મારું વચન નિશ્ચ સત્ય જ જાણે. જે અસત્ય હેય તે ચોરને શિક્ષા કરો તેમ મને શિક્ષા કરવી. એ પ્રમાણે બધા લેકની સમક્ષ હું પ્રતિજ્ઞા ગ્રહણ કરું છું.”