________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
૧૯૧
હે પિતા! આ સર્વે હું સત્ય કહું છું. આ કુઠી બીજી કોઈ સ્ત્રીને સ્વામી હશે, મારે સ્વામી તે આભાનરેશ છે. સિંહલરાજા વડે છેતરાયેલા તમે વગર અપરાધે મારી ઉપર કેપ્યા છે. હે પિતા ! મારું વચન ગમે તે સ્વીકારો, નહિ તો આપને ઠીક લાગે તેમ કરે. જે પિતા જ પિતાની પુત્રી ઉપર કેપે તે તેને કેણ અટકાવે ? પરંતુ જે વિચારીને કામ કરશે તો યશ અને કીતિ પામશે. તેમાં જ તમારી મેટાઈ છે. પુત્રીનું ભાગ્ય પિતાને આધીન છે. પુત્ર અને પુત્રીને વિશેષ કરીને ભેદ દેખાય છે, “દીકરી અને ગાય જ્યાં આપે ત્યાં જાય” આ લૌકિક માર્ગને અનુસરતી પુત્રી પિતાની આજ્ઞાથી બંધાયેલી છે, પુત્ર તેવા પ્રતિબંધમાં વર્તતે નથી.”
આ પ્રમાણે કહીને તે અટકી ત્યારે સુબુદ્ધિમંત્રીએ રાજાને કહ્યું કે, “હે સ્વામી! કુમારીએ કહેલું સર્વ સત્ય જણાય છે. આ કુષ્ઠી તેને વર નથી, એ નકકી જ છે. તેથી હમણાં આ કુમારીને પિતાના પ્રાસાદમાં રાખવી. આભાપુરીમાં તેની શોધ માટે દૂત મેકલી ચંદ્રરાજા છે કે નહિ, અને તેણે આ કન્યા પરણી કે નહિ, એ સત્યસ્વરૂપ જણાશે. ધર્મના પ્રભાવે બધું સારું થશે. હમણાં તેનો વધ અનુચિત છે. સાચા અને બેટાને નિર્ણય કર્યો વિના કામ ન કરી શકાય.”
, મહારાજાએ કહ્યું કે, “પુત્રીનાં વચન સાંભળવાથી અહીં કોઈક પ્રપંચ જણાય છે, તેથી હમણાં