________________
૧૯૪
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
યુક્તિપૂર્વકનું મંત્રીનું વચન સાંભળીને રાજાએ તે ચારે મંત્રીઓને બોલાવ્યા. મસ્તકથી પ્રણામ કરી તેઓ રાજાને પ્રણામ કરી આસન ઉપર બેઠા.
- રાજાએ કહ્યું કે, “હે પ્રધાને ! તમે પૂર્વે કુમારીને વિવાહ કરવા માટે સિંહલપુરીમાં ગયા હતા. ત્યાં તમે વરને જે હતું કે નહિ તે યથાસ્થિત બોલે. જરા પણ જૂઠું બોલશે નહિ. અસત્ય એ મહાપાપ છે, છેવટે પણ અસત્ય છૂપું રહેશે નહિ.” - આ પ્રમાણે રાજાનું વચન સાંભળીને પરસ્પર સંકેત કરી તેઓમાંને એક વાક્યરચનામાં કુશળ હતું તે બે ઃ
“હે સ્વામી! નિગ્રહ અને અનુગ્રહ કરવામાં સમર્થ એવા આપની આગળ હું પોતાને દેષ કબૂલ કરું છું. તમારા જ અન્નથી પિષણ પામેલે હું કૃતદન થઈશ નહિ. તમે આદેશ કરવાથી અમે ચારે સિંહલપુરીએ જઈને તેના રાજાની આગળ વિવાહની વાત કરતા હતા, તે વખતે હું પોતાના ઉતારે મારી વીંટી ભૂલી ગયો હતો, તે લેવા ગયે હતે. વિવાહને નિર્ણય મારા આવ્યા પહેલાં જ આ ત્રણેએ કર્યો હતો. રાજાના કુમારને મેં જે નથી. હું જે જાણું છું તે મેં જણાવ્યું. અહીં મારે જ અપરાધ થશે તે માફ કરો.”
આ પ્રમાણે પહેલા મંત્રીએ કહેલી બનાવટી વાત સાંભળીને રાજાએ જાણ્યું કે, આ સાક્ષી સ્કૂલના પામે