________________
૧૯૦
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
કે, ' ગંગાનદી પૂર્વ દિશામાં વહે છે, આ તે પશ્ચિમ દ્વિશામાં રહે છે; તેથી તેનુ સ્મરણ શા માટે કરે ? ગંગાનું પાણી નિળ અને શુદ્ધિ કરનાર છે તે જગપ્રસિદ્ધ છે, તેથી આ તેને યાદ કરતા હશે, એમ વિચારીને મેં કાંઈપણ પૂછ્યું નહિ.
તે પછી તેણે આભાપુરીના વખાણ કર્યા. તેના વચનની મીઠાશનુ વર્ણન કરવા હુ· શક્તિમાન નથી. તે તેા રાજહુ'સ સરખા હતા, આ કુખ્તી તેા કાગડા જેવા છે. હું પિતા ! આભાનરેશ મારા પતિ ચંદ્રરાજા સાથે એકાંતમાં આનંદમગ્ન મને જોઈને સિંહલરાજાના હિ’સક નામે મત્રી ત્યાં આવ્યેા. તેણે સ'કેત કરવાથી મારા પિત ઊઠીને ત્યાંથી ચાલ્યા. હું... પણ તેની પાછળ ગઈ, તે વખતે દુષ્ટ બુદ્ધિવાળા હિંસકે મને અટકાવી, સાસરાનું ઘર હોવાથી શરમાઈને હું પાછી ફરી.
મારા પિત ફરી જોવામાં ન આવ્યા. કેટલાક વખત મે રાહ જોઈ પણ તે ન આવ્યા, તેટલામાં આ કુષ્ઠી મારી સાંથે ક્રીડા કરવા આવ્યેા. મને મીઠાં વચનાથી ખુશ કરવા લાગ્યા. તેના આકાર અને વચનેાથી તેના હૃદયને દુષ્ટભાવ જાણીને ડુક દૂર ઊભી રહી. મેં તેનુ વચન ન માન્યું, તેટલામાં ત્યાં ફૂટકપટની ખાણુ એવી તેની ધાવમાતાએ આવીને ‘ હા....હા....હું મરી ગઈ’ એમ પાકાર કર્યાં. તે સાંભળીને એકદમ તેના પરિવાર આવ્યેા. પૂર્વે કરેલા સંકેત મુજખ આ વિષકન્યા છેઃ એમ મને કહ્યું.
"