________________
૧૮૬.
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
તે ચંડાળે વધભૂમિએ જઈને તેને વધસ્થાનમાં બેસાડીને તેમાં એક તલવાર કાઢીને કહે છે કે,
બાળા ! પિતાના ઈષ્ટદેવનું સ્મરણ કર, હવે હું રાજાના હુકમને અમલ કરું છું. હે રાજપુત્રી ! નીચકુળમાં ઉત્પન્ન થયેલા મને ધિક્કાર છે, જેથી હું સ્ત્રીને વધુ કરવા માટે તૈયાર થશે છું. પરવશ પડેલા ખરેખર કાર્ય– અકાર્ય ગણતા નથી. હું તે ફક્ત રાજાની આજ્ઞાને પરાધીન છું. પૂર્વે કરેલાં પાપકર્મોથી નીચકુળમાં ઉત્પન્ન થયે છું, તેથી પાપકર્મ કરું છું. આ જન્મમાં આવું પાપકર્મ કરીને પરલોકમાં કઈ દુર્ગતિ પામીશ, એ જાણતા નથી. પિતાનું પેટ ભરવા માટે અમે આવાં પાપકર્મ કરીએ છીએ. હે બહેન ! શરણરહિત એવી તું પિતાના ધર્મનું શરણ અંગીકાર કર.”
આ પ્રમાણે ચંડાળનું વચન સાંભળીને મ્યાનમાંથી તલવાર કાઢેલી જોઈ પ્રેમલાલચ્છી નિર્ભય મનવાળી અટ્ટહાસ્ય કરીને પિતાના પિતાને અને ચંડાળને દેષ નહિ માનતી આ પિતાના કર્મો કરેલે દોષ છે, એમ ગણતી ચંડાળને કહેવા લાગીઃ “હે ચંડાળ! તું રાજાને આદેશ ઈચ્છા પ્રમાણે કર. વિલંબ કરવાથી સર્યું.
ચંડાળ પણ મરણ સમયે તેની એવી ધીરતા જોઈને વિસ્મય પામેલે ફરીથી તેને કહે છે: “રાજપુત્રી! અહીં* મરણ સમય આવ્યા છતાં પણ તલવારને જોઈને તું કેમ હસે છે?’