________________
શ્રી સંતરાજ સરિસ
રાજાની આગળ ગયા અને કહેવા લાગ્યા કે, “હે મહારાજા ! આપ વગરવિચાર્યું કામ કેમ કરે છે. જમાઈ કુઠી થયો તેમાં કુમારીનો કે દેષ? પોતે કરેલ શુભ કે અશુભ કર્મ પોતે જ ભોગવવું જોઈએ, બીજો તે ફક્ત નિમિત્તમાત્ર થાય છે. આથી કૃપા કરીને કુમારીને જીવિતદાન આપે. તેનો અપરાધ ક્ષમા કરો. અપરાધ કર્યો હોય તે પણ પોતાના બાળકનું અવશ્ય પાલન કરવું જોઈએ. એના ઉપર આવ કેપ ન કરવો જોઈએ. વળી પરદેશી અને દુર્જનનાં વચન ઉપર એકદમ વિશ્વાસ ન કરવો જોઈએ.”
આ પ્રમાણે મહાજનોએ સમજાવ્યા છતાં પણ ક્રોધરૂપી સપથી દંશ પામેલે રાજા કદાગ્રહથી અટક્યો નહિ. તેથી તે બધા નિરાશ થઈને પોત-પોતાના સ્થાને ગયા.
રાજાએ ચંડાળને કહ્યું કે, “તમે શા માટે મારી આજ્ઞાને વિલંબ કરે છે ? જલદી આ વિષકન્યાને ઘાત કરે.” રાજાને આદેશ પામી તે ચંડાળો પ્રેમલાલચ્છીને વધભૂમિ તરફ લઈ ગયા.
તે વખતે આખી નગરીમાં હાહાકાર થયો. કરમાયેલા મુખવાળા નગરજને તેને દુઃખથી દુઃખી થઈ કહે છે કે, રાજા વગરવિચાર્યું કામ કરે છે, તેને કણ અટકાવે? ” વધસ્થાને લાવેલી પ્રેમલાલચ્છી અને
ચંડાળને વાર્તાલાપ