________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
તે બધી વાત સાંભળીને બુદ્ધિમાન સુબુદ્ધિમંત્રી કહે છે કે, “હે રાજન ! તમે ભ્રમિત ચિત્તવાળા કેમ થયા છે? તે વર પૂર્વે મેં જે છે. જન્મથી તે કુઠી છે એ નક્કી જાણે. હમણું આ ઉપદ્રવ થયો એમ કેમ માની શકાય? તેનું શરીર તો અત્યંત દુર્ગધમય દેખાય છે. તે એક જ રાત્રિમાં એવું કેમ થાય? આથી તેઓના કૂટપ્રપંચને આ વ્યવહાર જણાય છે. તમારી પુત્રી સર્વથા દેષરહિત છે.
એ પ્રમાણે બહુ પ્રકારે સમજાવ્યા છતાં પણ રાજા શાંત ન થયે. ત્યારે ફરીથી તેણે કહ્યું કે, “રાજા! જે તમને ગમે તે કરે, પરંતુ તમને પાછળથી અવશ્ય પસ્તા થશે.” - પ્રેમલાલચ્છીને વધ કરવા માટે તેના
પિતાએ ચંડાળને પી એ પછી પ્રેમલાલચ્છી પિતાની માતા પાસે આવી, દુર્ભાગ્યના ચગે માતાએ પણ તેને વિષકન્યા જાણીને પ્રસન્ન દૃષ્ટિથી ન જોઈ. સન્માન આપવું તો દૂર રહ્યું, પણ તેને કાંઈ પૂછ્યું પણ નહિ. કહ્યું છે કે – देव्वे विमुहयं गए, नत्थि को वि सहेज्जगो। • पिया माया तहा भज्जा, बंधवो वा सहोयरो ॥२६॥
ભાગ્ય અવળું હોય ત્યારે માતા, પિતા, સ્ત્રી, બાંધવ કે પુત્ર કેઈ સહાયક થતા નથી.” ૨૯