________________
૧૭૬
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
કેટલોક વખત વીતી જવા છતાં પિતાને વલ્લભ ન આવ્યું, તેથી તે પોતાના મનમાં વિચારવા લાગી કે.. કઈક ઉત્તમ પુરુષ ઈનદ્રજાલિકની પેઠે ક્ષણવાર નેત્રને આનંદ અને ચિત્તને ખેદ આપીને અદશ્ય થયો છે. અહ, આ વિમલાપુરીમાં સેળ કળાથી પરિપૂર્ણ ચંદ્ર ઊગ્યો અને અસ્ત પામ્યો. તેણે સંકેત કર્યા છતાં પણ મૂઢબુદ્ધિવાળી હું ન સમજી શકી.” જ આ પ્રમાણે તે વિચારતી હતી તે વખતે તેની પાસે હિંસકમંત્રીએ કનકદેવજકુમારને મેકલ્યો. તે પણ હર્ષ ધારણ કરતો પ્રેમલાલચ્છીના એકાંતગૃહમાં આવ્યો.
દૂરથી આવતા પુરૂષને જોઈને પોતાના પતિના ભ્રમથી તે એકદમ આસન છોડી તેની સામે ગઈ પિતાના પતિને ન જેવાથી વિલક્ય મનવાળી તેણે તેને પુછ્યું : ‘તું કેણ છે? ક્યાંથી આવ્યો ? અજાણતાં અહીં આવ્યું. દેખાય છે. આ તારું ઘર નથી. તું ભ્રાંતિ પામે છે, તેથી અહીંથી જલદી ચાલ્યો જા. તારે અહીં ઊભું રહેવું નહિ !”
આ પ્રમાણે પ્રેમલાલરછીનાં વચન સાંભળીને કનકદેવજ કહે છે કે, “હે સુંદરી ! હું ભ્રાંતિ પામ્યા નથી. ક્ષણમાત્રમાં શું તું ભૂલી ગઈ? હમણાં જ પરણેલા પતિને. તે ન ઓળખ્યો? આવી રીતે કરવાથી તેને આગળ શું થશે? તું અનુપમ રૂપસંપત્તિવાળી હોવા છતાં તારામાં હોશિયારી દેખાતી નથી, કે જેથી ઘરે આવેલા પિતાના.