________________
૧૭૪
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
આ પ્રમાણે તેને કહીને વીરમતી ત્યાંથી ચાલી ગઈ
ગુણાવતી તેનું વચન માન્ય કરી હાથમાં પાંજરું લઈ ગોખમાંથી તરત ઉઠી પ્રાસાદની અંદર ગઈ. ત્યાં રહીને તે હંમેશા નવાં નવાં આમરણેથી તેને શણગારતી, તેનું શરીર નિર્મળ કરતી, પ્રમાદરહિત થઈને તેનું પાલન કરતી, સેવાપરાયણ બની દિવસો પસાર કરવા લાગી.
આ લેકમાં સર્વે આશારૂપી પાશમાં બંધાયેલા જીવનનિર્વાહ કરે છે. આશાને આધીન આખું વિશ્વ વર્તે છે. દુઃખીના દિવસે પણ આશા વડે જાય છે. આશાથી બંધાયેલ ચાતક પક્ષી આઠ માસે પણ પાણીનું ટીપું મેળવે છે. ગુણાવલી પણ પોતે એમ વિચારે છે કે,
એવી જાતને સારા દિવસ કયારેક આવશે કે જે દિવસે અમારા સ્વામીને મનુષ્યભાવ પામેલે જોઈશું.” આ પ્રમાણે આશારૂપી. તાંતણામાં બંધાયેલા મનવાળી તે દિવસ પસાર કરતી હતી. કહ્યું છે કેआसा न म मणूसाण', काई अचछेरसिंखला । जीए बद्धा हि धावंति, भुत्ता पंगुव्व ठाइरे ॥२०॥
આશા એ મનુષ્યને માટે કઈ આશ્ચર્યકારી સાંકળ છે, જેનાથી બંધાયેલા દોડે છે અને તેનાથી છૂટેલા પાંગળાની જેમ ઉભા રહે છે” ૨૦
આ પ્રમાણે આશાથી સમય પસાર કરતી અને વીરમતીની આજ્ઞાનું પાલન કરતી તે ગુણાવલી કયારેક તે વીરમતીની સાથે આમ્રવૃક્ષ ઉપર ચઢીને કૌતુક જોવા