________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
૧૭૫
માટે દેશાંતર જાય છે. ત્યાં અનેક પ્રકારનાં આશ્ચર્યો જુએ છે. પાંજરામાં રહેલા કૂકડાને પણ પોતાની સાથે જ લઈ જાય છે. ક્ષણવાર પણ તેના વિયેગને તે સહન કરતી નથી. આ પ્રમાણે સાસુથી અનિષ્ટની શંકા કરતી અને ભય પામતી એવી તે ગુણાવલી પ્રમાદરહિતપણે સાસુની પણ સેવા કરતી પોતાની કાર્યસિદ્ધિ માટે વિશેષપણે તપ-જપ–ધ્યાન આદિ ધર્મકૃત્યો કરે છે. કહ્યું છે કે – जइ वि हु विसमा कालो, विस मा देसा निवाइआ विसमा । तह वि हु धम्मपराण, सिज्झइ कज्ज न संदेहे। ॥२१॥
“જે કે કાળ વિષમ છે, દેશ વિષમ છે, રાજા આદી વિષમ છે, તે પણ ધર્મમાં તપ૨ પુરુષનાં કાર્યો સિદ્ધ થાય છે, એમાં સંદેહ નથી.” ૨૧
- હિંસકમંત્રીની પટરચના પ્રેમલાલચ્છીએ કરેલ કનક વજનું અપમાન
આ તરફ પ્રેમલાલચ્છીને પરણ્યા પછી કાંઈક બહાનું કરીને ચંદ્રરાજા સિંહલરાજના મહેલમાંથી નીકળી ગયે, તે વખતે તેની પાછળ જતી પ્રેમલાલરછીને જોઈને હિંસકમંત્રી તેની પાસે આવીને તેને અટકાવે છે. પ્રિયને વિરહ સહન ન થવા છતાં સાસરાને ઘરે પ્રથમ આવવાથી લજજા ધારણ કરતી તે પાછી ફરી. - તે પછી તે મનમાં આ પ્રમાણે વિચાર કરે છે કે, ખરેખર, મારે પ્રિય છળ કરીને બીજે ગયો જણાય છે.