________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
હેવા છતાં તને ભયરામાં શા માટે રાખે? તારી જેવા પુત્રને જન્મ આપતાં તારી માતા પણ કેમ લજજા ન પામી? તું મારો સ્વામી નથી. હમણાં જ અહીંથી ચાલ્યો જા. મોતીની માળાને ધારણ કરવાની ઇચ્છાવાળા મૂર્ખ એવા તારી ઈષ્ટસિદ્ધિ થશે નહિ. આ પલંગ ઉપર બેસવા માત્રથી તું મારા સ્વામી નહિ થઈ શકે. સુવર્ણકળશથી વિભૂષિત દેવમંદિરના શિખર ઉપર ચઢવા છતાં કાગડે મેરની શેભાને પામતે નથી. અરે મૂર્ખશેખર ! દિવ્યરૂપવાળી મને મેળવવા ઇચ્છે છે, પરંતુ પહેલાં તું તારા શરીરને જે. તને આવી ઈચ્છા કેમ થઈ?”
આ પ્રમાણે વિવાદ કરતાં તેઓની આગળ કપિલા નામની કુમારની ધાવમાતા આવીને બોલીઃ “હે સુંદરી ! આ પ્રમાણે તું અયુક્ત આચરણ કેમ કરે છે? પોતાના સ્વામીની સેવા કર, દૂર કેમ ઊભી છે? આ જ તારો સ્વામી છે, એની સાથે પલંગમાં બેસ. મારાથી લજજા ન રાખવી. ઈચ્છા મુજબ એની સાથે કીડા કર. પોતાના પતિના વચનનું અપમાન ન કર. “આ મારો પતિ નથી” એમ શંકા નકર.”
આ પ્રમાણે કપિલાનાં વચન સાંભળીને કેપસહિત મલાલચ્છી કહે છે કે, “તું વૃદ્ધ છે, તારું મોટું પણ દાંત વગરનું છે, આથી વિચારીને બેલ. જૂઠ બોલવાથી કેઈ કાર્યસિદ્ધિ થશે નહિ. કહ્યું છે કે